શ્રી વણકર સમાજ ટ્રસ્ટ વડોદરા વણકર સમાજના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત છે.
યુવક-યુવતીઓને યોગ્ય જીવનસાથીની પસંદગી માટે એક વિશ્વાસપાત્ર અને પારદર્શક સામાજિક મંચ પૂરું પાડવું.
આર્થિક બોજ મુક્ત અને સામાજિક ગૌરવ સાથે સામુહિક લગ્નનું સુંદર આયોજન કરવું.
તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, માર્ગદર્શન અને જરૂરિયાતમંદ પરિવારોને સહાય પૂરી પાડવી.
સમાજના લગ્ન મેળો, સમૂહ લગ્ન અને મહત્વપૂર્ણ આયોજનોની ઝાંખી
૧૧/૧૦/૨૦૨૬ ને રવિવારે સુશેન ચાર રસ્તા, કેરલા સમાજ હોલ, મકરપુરા ખાતે ભવ્ય આયોજન. સમાજના લગ્ન ઇચ્છુક દીકરા-દીકરીઓ માટે ડિજિટલ બાયોડેટા નોંધણી.
૧૨ દીકરા-દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન. કન્યાદાનમાં જરૂરી વસ્તુઓ અથવા આર્થિક સહયોગ આપવા સમાજના દાતાશ્રીઓને હાર્દિક અપીલ.
સમાજના સર્વાંગી ઉત્કર્ષ, સામાજિક સુધારા અને વણકર સમાજ પંચ દ્વારા માન્ય અધિકૃત નીતિ-નિયમો તથા પરિપત્રો
સમાજના સર્વાંગી ઉત્કર્ષ, આર્થિક ભારણ મુક્તિ અને સામાજિક સમાનતા માટે ટ્રસ્ટ બંધારણ મુજબ માન્ય ૬ નિયમો:
વડોદરા જિલ્લા વણકર સમાજ, વાકળ કાનમ, ગુજરાત વણકર સેવા સમાજ અને શ્રી વણકર સમાજ ટ્રસ્ટના સંયુક્ત સહયોગથી ઘડાયેલ ઐતિહાસિક બંધારણ પુસ્તિકા.
સમાજના યુવક-યુવતીઓની યોગ્ય જીવનસાથીની પસંદગી માટે કાયમી ઓનલાઇન નોંધણી.
શ્રી વણકર સમાજ ટ્રસ્ટ - ૪થો જીવન સાથી પસંદગી મેળો ૨૦૨૬
તમામ કાર્યક્રમોના વિડીયો અમારી અધિકૃત યૂટ્યુબ ચેનલ પરથી સીધા અહીં નિહાળો.
તમામ સમાજ કાર્યક્રમોના લાઈવ પ્રસારણ અને નવા વિડીયો માટે સબ્સ્ક્રાઇબ કરો
શ્રી વણકર સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારોહની મનોરમ્ય વિડીયો સ્મૃતિઓ અને આશીર્વચન.
કોઈપણ પ્રશ્ન કે પૂછપરછ માટે ટ્રસ્ટના મુખ્ય કાર્યાલયનો સંપર્ક કરો.
૪૦૮/૧૨- જી આઈ ડી સી મકરપુરા, વડોદરા - ૩૯૦૦૧૦, ગુજરાત
પ્રમુખ: અમૃતલાલ ધનાભાઈ પરમાર - 9879838032
મંત્રી: ગોવિંદભાઈ મથુરભાઈ પરમાર - 9824675409
રજી. નં. એ/૩૪૨૪/વડોદરા
સ્થાપના: ૨૦-૦૪-૨૦૨૩
૨૮/૧૨/૨૦૨૫ • મંગલેશ્વર મહાદેવ, માંજલપુર • ૧૩ સત્તાવાર ઠરાવો & આમુખ
તારીખ: ૨૮/૧૨/૨૦૨૫, રવિવાર • સ્થળ: મંગલેશ્વર મહાદેવ, જલારામ મંદિર, માંજલપુર, વડોદરા.
આયોજક: સેજકુવાના શ્રી રમણભાઈ ડાહ્યાભાઈ ચાવડા • અધ્યક્ષ: શ્રી રણછોડભાઈ માવજીભાઈ પરમાર (નિવૃત ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ) • વિશેષ ઉપસ્થિતિ: શ્રી ચંદુભાઈ ડાભી (માજી વિધાનસભા ઉપાધ્યક્ષ).
સહયોગી સંસ્થાઓ: વાકળ કાનમ વણકર સમાજ, શ્રી વણકર સમાજ ટ્રસ્ટ વડોદરા, ગુજરાત વણકર સેવા સમાજ અને સમગ્ર વણકર સમાજના પ્રતિનિધિઓ દ્વારા સર્વાનુમતે ઘડાયેલ બંધારણ.
સુજ્ઞ જ્ઞાતિજનો,
વડોદરા જિલ્લા વણકર સમાજ સંગઠીત થઈ સમાજ ઉત્થાનના ભગીરથ કાર્યમાં બાધારૂપ થતાં પ્રવર્તમાન સામાજિક કુરિવાજો દૂર કરવા વર્તમાન સમયની તાતી જરૂરીયાતને ધ્યાનમાં લઈ વણકર સમાજે આ પવિત્ર સામાજિક કાર્યમાં ઉષ્માસભર જે સાથ સહકાર આપ્યો છે તે ચિરસ્મરણીય રહેશે.
આ તબક્કે આ સામાજિક પવિત્ર કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યોગદાન આપનાર સમાજના તમામ નામી અનામી બંધુજનોનો અમો હૃદયપૂર્વક હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. આ લોકપ્રિય અને પવિત્ર બંધારણ સમાજ સમક્ષ રજૂ કરતા અમો અવર્ણનિય આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.
વધુમાં આપણે સૌ જાણીએ છીએ કે સમાજના સામાજિક રીત-રીવાજોને નિયમિત કરતું સમાજનું બંધારણ એ સમાજ કલ્યાણ અને સુસંચાલન માટેનું એક સાધન છે, નહીં કે સાધ્ય. બંધારણ એ સંસ્થાના ઉત્થાન અને અસ્તિત્વ સુધી તેનું અભિન્ન અંગ છે. સમય પરિવર્તન પ્રમાણે અને સમાજની માંગ અનુસાર તેમાં જરૂરી ફેરફાર કરવા પડતા હોય છે. અગાઉ પણ વણકર સમાજ પંચનું બંધારણ ઘડાયેલું હતું તે મુજબ સમાજ કલ્યાણના સામાજિક કાર્ય થતા હતા, તેનું ઋણ સ્વીકારી તેઓના સેવા કાર્યને ધ્યાનમાં લઈ, વર્તમાન સમયની જરૂરીયાત અનુસાર આ બંધારણ ઘડવામાં આવેલ છે.
આપણા સમાજમાં પ્રવર્તતા સામાજિક રીત-રીવાજો જેમ કે સગાઈ, લગ્ન, સીમંત, મામેરૂ, મરણ અને પ્રેતભોજન વગેરે સામાજિક પ્રસંગો લગતા ખોટા ખર્ચાઓ બંધ કરવામાં આવે તેમજ સમાજમાં વ્યાપક પ્રમાણમાં થતા છૂટા-છેડાના કેસોને ધ્યાનમાં રાખી સર્વ સામાન્ય માન્ય થાય તેવા નીતિ-નિયમો ઘડેલ છે. જેથી સમાજના સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ આત્મસન્માન પૂર્વક સામાજિક પ્રસંગોના વ્યવહારો કારમી મોંઘવારીના સમયે ઓછા ખર્ચે સારી રીતે પાર પાડી શકે તેમજ સ્ત્રી સન્માન જાળવીને સ્ત્રીઓ પ્રત્યે થતાં અત્યાચાર અને શોષણનો અંત લાવી પુરુષ સમોવડી ગણવામાં આવે, તદ્ઉપરાંત સમાજ વિકાસ અને સમૂહલગ્નને પ્રાધાન્ય આપી સમાજની પ્રગતિના દ્વાર ખોલવા માટેની કાળજી પણ આ બંધારણમાં લેવામાં આવી છે.
પુનઃલગ્ન બંને પક્ષના કુટુંબના વ્યક્તિઓ મળી સાદગીપૂર્વક છોકરીને સોનાનું કે ચાંદીનું મંગળસૂત્ર પહેરાવી, પગના ઝાંઝર આપી કોઈપણ જાતની લેવડ-દેવડ વગર કરવાનું રહેશે.
વણકર સમાજ પંચે નિમેલ સલાહકાર સમિતિના રેફરન્સ સિવાય કન્યાપક્ષે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮(એ) તથા ક્રિમીનલ પ્રોસીજરની કલમ ૧૨૫ મુજબની ફરીયાદ કોર્ટ સમક્ષ કે પોલીસ સમક્ષ બને ત્યાં સુધી લઈ જવી નહીં.
એક પત્ની હયાત હોય તો બીજી પત્ની કરી શકાશે નહીં.
બંધારણના યોગ્ય અને ચુસ્તપણે અમલ માટે સંકલન સમિતિની રચના કરવામાં આવેલ છે. આ સંકલન સમિતિ ઓછામાં ઓછા ૧૧ પ્રતિનિધિઓની બનેલી હશે. સમાજના રીત-રીવાજ સંબંધી જો કોઈ સમસ્યા કે કેસ ઉદભવે તેનો નિકાલ સલાહકાર સમિતિ સાથે પરામર્શ કરી કરવાનો રહેશે. સંકલન સમિતિની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી બે વખત મળશે. જરૂર પડે ખાસ મિટિંગ બોલાવી શકાશે અને બંધારણ ભંગના તમામ કેસોની સમીક્ષા કરી યોગ્ય પગલાં ભરશે.
વણકર સમાજની સંકલન સમિતિ, બંધારણીય જોગવાઈઓના ચુસ્ત અમલ ઉપરાંત જરૂર જણાય તો બંધારણીય સુધારા-વધારા કરી શકાશે અને આવા સુધારા-વધારા સમાજને બંધનકર્તા રહેશે.
વણકર સમાજ પંચ થકી થતા સામાજિક કાર્ય જેવા કે સમૂહલગ્ન, શૈક્ષણિક પ્રોત્સાહનો, જાહેર મેળાવડા કે અન્ય સામાજિક પ્રવૃત્તિઓ માટે સ્વૈચ્છિક વિકાસ ફંડ ઉભો કરશે, જેનો યોગ્ય વહીવટ સંકલન સમિતિ હસ્તક રહેશે.
૫, સમન્વય સ્પર્શ કોમ્પ્લેક્ષ, બીલાબોંગ ઈન્ટરનેશનલ સ્કૂલની પાછળ, વડસર, વડોદરા.
સંપર્ક મોબાઈલ નંબર: ૭૯૯૦૧૬૮૪૫૪
“દુનિયામાં જે કાંઈ પરિવર્તન થાય છે તે માનવ સર્જિત છે, આ એક સત્ય હકીકત છે. આપણો ઉદ્ધાર કરવા કોઈ આવવાનું નથી, આપણો ઉદ્ધાર આપણે જ કરવાનો છે.”